- ખેડૂત આગેવાન દર્શન નાયકે દિલ્હી અને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ની તપાસ માટે લખ્યો હતો પત્ર.
- સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટર ઓફિસ ભરૂચ ને સોપાઈ તપાસ.
Surat: સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટમાં કરોડો ના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા રાષ્ટ્રપતિ અને પીએમને સન 2021 માં પત્ર લખ્યો હતો અને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચર્યું નો પૂર્વ સાંસદ માનસિંગ પટેલે આક્ષેપ કર્યો હતો. જે અંગેની તપાસ સ્પેશિયલ ઓડિટર (મિલ્ક) મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચ ને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સુરતની સૌથી જૂની અને સુરત તેમજ તાપી જિલ્લામાં ૧૦૨૦ જેટલી મંડળીઓ અને ૨.૬૦ લાખથી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે સને 2021 માં વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો ની માંગ કરવામાં આવી હતી સુમૂલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા 1000 કરોડનું કૌભાંડ આચરિયાનો પૂર્વ સાંસદ માનસિક પટેલે આક્ષેપ કર્યો હતો અને તેમના પર આક્ષેપ એ હતો કે તેમને પોતાના માનનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા.
અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો આ ઉપરાંત પોતાના માનિતતાઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હતો એવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જ જુના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલીન સમયે ખેંચતાં શરૂ થઈ ગઈ હતી અને બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઉભો થતાં રાજકારણ ગરમાયું હતું જોકે ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા તત્કાલીન સમયે સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ સાથે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્રો લખીને માંગ કરી હતી જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજીસ્ટર સુમુલ ના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેઓની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી.
ગરીબ પશુપાલક અને આદિવાસીઓનું શોષણ તેમજ ગરીબ પશુપાલકોને શોષિત કરવા તેમજ કર્મચારી પદાધિકારીને ખરીદી લઈ બધાને મૌન બનાવી દેવા અંગેના ગંભીર બાબતો ની તપાસ અંગે સ્પેશ્યલ ઓડિટર (મિલક) મિલ્ક ઓડિટ ઓફિસ ભરૂચ કચેરીને તપાસ સોંપવામાં આવતા આગામી 13 મી જૂન ના રોજ તપાસની માંગ કરનાર ખેડૂતો આગેવાન દર્શન નાયક ને રૂબરૂ સાંભળવા માટે બપોરે 12:00 કલાકે દૂધ ધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે .