સ્ટેચ્યુ ફ યુનિટીના લોકાર્પણ થયાને હજી 11 દિવસ થયા છે એવામાં અહીં ઉગાડવામાં આવેલા ફુલો કેટલીય જગ્યાએ સુકાઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યાં ગયા હતા તે વોલ પર બોગનવેલ ઉગાડવામાં આવી હતી તે પણ સુકાઈ ગઈ છે.
બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઈગ ગેલેરી કે સરદાર પટેલની પ્રતિમાના હદ્યના ભાગે છે ત્યાંથી આજુબાજુનો અને ડેમનો સુંદર નજારો જોઈ શકાય છે ત્યાં ગેલેરીમાંથી કોઈએ ગુટખા કે પિચકારી મારી હોય એવા અસંખ્ય ડાધ પણ જોવા મળી રહ્યા છે.
આ ખુબ દુખદ વાત છે, જેનાથી પ્રવાસીઓની લાગણી પણ દુભાય છે. આ ડાધાઓ શેના છે અને કોણે પાડ્યા છે તેની તપાસ થવી જરૂરી છે.