દેશની પહેલા ગૃહમંત્રી સરદાર પટેલની મૂર્તિનુ આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશની સૌથી ઉંચી પ્રતિમા છે. તે દેશ માટે ગૌરવની વાત છે. આ સાથે તેની સાથે જોડાયેલી બધી માહિતીઓ સામે આવી રહી છે. પણ શું તમને ખબર છે આની સંભાળ રાખવા માટે કેટલો ખર્ચ થવાનો છે અને આ પૈસા ક્યાથી આવશે?
જો આના 15 વર્ષ સુધીની સારસંભાળની વાત કરીએ તો પ્રતિમા પાછળ 657 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વળી, વર્ષ પ્રમાણે ખર્ચ 43.8 કરોડ રૂપિયાનો આવે છે. આનો અર્થ એ થયો કે આ પ્રતિમા પર દરરોજ 12 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.
આ મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની પાંચ પીએસયુ (પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ) ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલ અને ઓઇલે મળીને 146 કરોડ રૂપિયાથી વધારે એકઠા કર્યા છે. આ રકમ તેમને સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબલિટી) અંતર્ગત આપી છે. સામાન્ય રીતે આવી રકમનો ઉપયોગ સ્કૂલ કે હૉસ્પીટલ ખોલવા માટે થાય છે.
ખરેખર, કોર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીનો હેતુ સામાજિક જવાબદારીઓનો હોય છે. જે અંતર્ગત આ લોકો તેમની કમાણીમાં થયેલા નફાના બે ટકા સામાજિક કલ્યાણના કામમાં આપવાના હોય છે. આ પૈસાનો ઉપયોગ પ્રતિમાની સારસંભાળ પર આવનારા ખર્ચમાં કરવામાં આવશે.