ગુજરાતના કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતતિમા સ્ટે’ચ્યુ ઓફ યુનિટી’નું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. તે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રતિમા પરથી સરદાર સરોવર ડેમ,તેનું જળાશય, સાતપુડા અને વિધ્યાંચલની ટેકરીઓ જોઈ શકાય છે.
ખાસ વાત એ છે કે આ સ્ટેચ્યુને નક્કી કરેલા સમયે પુરી કરવા માટે 4076 મજૂરોએ બે શિફ્ટમાં કામ કર્યું છે, જેમાં 800 સ્થાનિક અને 200 કારીગર ચીનથી આવ્યા હતા.
પ્રતિમાની 135 મીટરની ઉંચાઈ પર એક દર્શક વ્યુ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી લોકો ડેમ સહિત અન્ય નેચરને માણી શકે છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની ભવ્યતા એટલી છે કે તેની સામે ઉભેલી કોઈ પણ વ્યક્તિ તણખલા સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે સરદાર પટેલના કાનની સાઈઝ જ એટલી મોટી છે કે તેમાં 10 વ્યક્તિ સમાઈ શકે છે.