આજે સરદાર જયંતિ નિમિત્તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરાયું ત્યારે ખોડલ ધામ ટ્રસ્ટના આગેવાન નરેશ પટેલ પણ કેવડિયા કોલોની લોકાર્પણમમાં હાજર રહ્યા હતા. નરેશ પટેલે જણાવ્યું હતું કે આજે દેશને ગૌરવ લેવાનો દિવસ છે. નરેશ પટેલે પાટીદાર સમાજની અનામત વિશે વાત કરતા જણાવ્યું હતું કે અનામત ફક્ત પાટીદારને જ નહી પણ દેશના તમામ નબળા વર્ગને મળવી જોઈએ.
નરેશ પટેલે આ સમયે હાર્દિક પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નહોતી. લોકાપર્ણમાં તેમણે અનામતની માંગણી બાબતે અનામતની જરૂર છે એવું જણાવ્યું હતું. નરેશ પટેલે આર્થિક ધોરણે પાટીદારને અનામત મળવી જોઈએ તે અંગે માંગણી કરી હતી.