પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રોજ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદધાટન કર્યું હતું. જેમાં વડાપ્રધાન સહિત અન્ય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. એક તરફ જ્યા બધાની નજર પ્રતિમા પર હતી ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભુલ કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો હતો.
પ્રતિમાના ઉદ્ધાટન સમયે તેના નામને જુદી-જુદી ભાષાઓમાં લખવામાં આવ્યું હતું. પરંતુ તમિલ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો હતો અને તેના વિવિધ અર્થ કાઢ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં શિલાપટ શેર કરવામાં આવ્યો હતો. તેમાં તમિલમાં લખાયેલી સ્પેલિંગ ખોટો હતો. કેટલાક લોકોએ તેને નકલી કહીને ફગાવી દીધો. ગુજરાત સરકારને આ વિશે પુછવામાં આવ્યું તો તેમણે પુષ્ટિ કરીને કીધું કે હા આ સ્પેલિંગ ખોટો છે.