એક તરફ દિવાળી વેકેશન પુરુ થઈ ગયુ છે અને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ત્યારે ધો.૬,૭ અને ૮ના બીજા સેમેસ્ટરના મોટાભાગના પાઠય પુસ્તકો બજારમાં હજી સુધી આવ્યા નહી હોવાની બૂમો પડી રહી છે.વડોદરામાં પણ વાલીઓ પાઠય પુસ્તકો માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે.વાલીઓને પાઠય પુસ્તકો ક્યારે મળશે તેનો પણ કોઈ જવાબ મળી રહ્યો નથી. ગુજરાત પાઠય પુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તકોના પ્રિન્ટિંગમાં અને વિતરણમાં થયેલા વિલંબના પગલે શહેરની સ્કૂલોમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ માટે હજી પણ વેકેશન જેવી જ સ્થિતિ છે.
બીજી તરફ પાઠય પુસ્તકોના અભાવે સ્કૂલોમાં અને ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને શું ભણાવવુ તે અંગે મૂંઝવણમાં છે.કારણકે ગુજરાતી માધ્યમમાં પાઠય પુસ્તકો પર જ અભ્યાસ આધારિત હોય છે.એક સ્કૂલના આચાર્ય હેતલબેનનુ કહેવુ છે કે, બાળકો સ્કૂલમાંં આવે છે અને શિક્ષકો તેમને રિવિઝન કે અન્ય પ્રવૃત્તિ કરાવે છે.કારણકે અમારી પાસે પણ હજી પુસ્તકો આવ્યા નથી.
ગુજરાત બૂક સેલર અને સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહના કહેવા પ્રમાણે શિક્ષણ ક્ટ આપવામાં વિલંબ કર્યો હતો.પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તે માટે બે વખત તો ટેન્ડર પણ રદ કરવામાં આવ્યા હતા.જેના પગલે સપ્ટેમ્બર સુધી પ્રિન્ટિંગનો ઓર્ડર આપવાની કામગીરી લંબાઈ ગઈ. હવે વિભાગે પાઠય પુસ્તક માટેના કાગળ ખરીદવાની અને તે પછી પાઠય પુસ્તકનુ પ્રિન્ટિંગ કરવાનો કોન્ટ્રાતી.હવે બજારમાં અને ત્યાંથી વિદ્યાર્થીઓ પાસે પાઠય પુસ્તકો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.