સૌરાષ્ટ્ર માં સુરેન્દ્રનગર ટાઉન માં કોરોના ની હાડમારી વચ્ચે એક માથાભારે ઈસમ ની હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિગતો મુજબ મુળ થાનના અમરાપરના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા રામા ભીમાભાઇ ભરવાડ નામના શખ્સ ની સરા જાહેર હત્યા કરી દેવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મરનાર રામા ભરવાડના મોટા ભાઇ ગોવિંવભાઇએ પાલિકાના વોર્ડ નં. 6ના સદસ્ય ગૌતમભાઇ ભરવાડ અને તેના ભાઇ હિતેષભાઇ ભરવાડ સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. હત્યાનો ભોગ બનનાર રામાભાઇને હિતેષ ભરવાડ પાસેથી રૂ.10 લાખ લેવાના હતા. જે બાબતના ચાલતા ઝગડા માં શનિવારે સમાધાન કરવા માટે રામાભાઇ ને બોલાવી આઠ શખ્સો તેમના ઉપર તુટી પડયા હતા. જેમાં હાથે અને પગે ગંભીર ઇજા થતા રામાભાઇ લોહિલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.
ગંભીર ઇજાને કારણે તેમને સારવાર માટે અમદાવાદ લઇ જતી વખતે લખતર પાસે રામાભાઇનું મોત થયુ હતુ. જયારે સામા પક્ષે હિતેષ ભરવાડના ભાઇ ગૌતમભાઇ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં એવી વિગતો જણાવી હતી કે દોઢ વર્ષ પહેલા સુરસાગર ડેરીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં હિતેષભાઇના પત્નીએ ફોમ ભર્યુ હતુ. આ બાબતનું મનદુ:ખ રાખીને રામાભાઇ ભરવાડ પોતાની દૂધની ડેરીએ બાઇક લઇને ધસી આવ્યા હતા. અને ફાયરિ઼ગ કર્યુ હતુ. જેમાં પોતાને ઇજા થઇ હતી. પોલીસે બંનેની ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી છે મૃતક રામા ભરવાડ વિરૂધ્ધ અગાઉ હત્યા ,સરકારી મિલકતને નુકસાન, સરકારી કામગીરીમાં અડચણ,અપહરણ સહિતના 19 ગુના નોંધાયા હતા. જયારે સામા પક્ષે પણ હિતેશ ભરવાડ વિરૂધ્ધ મારામારી, ધમકી, રાયોટીંગ સહિતના 17 ગુના નોંધાઇ ચુક્યા છે. આ મર્ડર કેસ માં હિતેષભાઈ મયાભાઈ ભરવાડ, ગૌતમભાઈ મયાભાઈ ભરવાડ,જીજ્ઞેશભાઈ મયાભાઈ ભરવાડ, રણછોડભાઈ નાગજીભાઈ, વિશાલ ઉર્ફે હેડન કરશનભાઈ, પાર્થ સોમભાઈ તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
