સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘી પેકિંગનો શુભારંભ કરવામાં આવ્યો છે.સંઘ દ્વારા માનનીય ધારાસભ્ય ધનજીભાઇ પટેલ,ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તેમજ લીમડી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેલાબેન વ્યાસના હસ્તે બ્રાઉન ઘી પેકિંગનો શુભારંભ કરવામાં આવેલ છે
સુરસાગર ડેરી દ્વારા દૂધ – છાશ ઉપરાંત મસાલા છાશ, લાઈટ દહીં, મસ્તી દહીં તેમજ અમુલ રબડી ઉત્પાદન કરવામાં આવે છે. આજ રોજ સુરસાગર ડેરી દ્વારા બ્રાઉન ઘી નું ઉત્પાદન કરી અને પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.કરી.બ્રાઉન ઘી પેકિંગ દ્વારા સુરસાગર ડેરીએ વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે.આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય શ્રી ધનજીભાઇ પટેલ,ધારાસભ્ય શ્રી કિરીટસિંહ તથા લીંબડી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી બેલાબેન વ્યાસના હસ્તે શુભારંભ કરવામાં આવેલ છે.આ પ્રસંગે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા તથા સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ તથા જેસીંગભાઇ ચાવડા તથા ગોપાલભાઈ મુંધવા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
આ ઘી સામાન્ય રીતે ઊંચા તાપમાને બનાવવામાં આવે છે. બ્રાઉન ઘી નો સ્વાદ અને સુગંધ સામાન્ય ઘી કરતાં વધારે સારો આવે છે બ્રાઉન ઘી હાલમાં ગુજરાતમાં આણંદની અમુલ ડેરી માં બને છે .ત્યારબાદ બીજા નંબરે સુરસાગર ડેરીમાં આ ઘી બનાવવાનું ચાલુ કરેલ છે બ્રાઉન ઘીનો વધુ પડતો વપરાશ દક્ષિણના રાજ્યો તામિલનાડુ ,કેરળ કર્ણાટક ,તેમજ તેલંગાણામાં વધારે થાય છે બ્રાઉન ઘીનું પેકિંગ પેટજારમાં કરવામાં આવે છે. જે 200ml,500ml,1l ઉપલબ્ધ છે