કોરોનામાં બાળકો પૂરતું ભણ્યા નથી અને ઓન લાઈનમાં ટપ્પો પડ્યો નથી તેવે સમયે બોર્ડની પરીક્ષા જાહેર થઈ જતા હવે પરીક્ષામાં શુ લખવું તે સવાલ ઉભો થયો છે વિદ્યાર્થીઓને સળંગ બે વર્ષ અભ્યાસથી દુર થઇ જતા અને હજુતો સ્કૂલો ઓફ લાઈન ચાલુ કરી અને જેટલું ભણ્યા તે મુજબ જ પરીક્ષાનો સરળ વિકલ્પ વિચારવાના બદલે બોર્ડની રેગ્યુલર પરીક્ષા ધબેડી દેનારા જવાબદારો બાળ માનસ ને સમજવામાં નિષ્ફળ ગયા નો માહોલ છે. હવે સારા માર્ક્સ લાવવા શું કરવું, પેપર લખતાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, સતત વાંચ્યા બાદ યાદ નથી રહેતું વગરે ફરિયાદ ઉઠી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના હેલ્પલાઈન નંબર પર જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે વેઇટિંગ આવે છે અને જયારે લાગે ત્યારે ભારે ઘોઘાટ વચ્ચે લાઈન ઉપર હાજર જવાબદારો સરખો જવાબ આપતા નહિ હોવાની પણ વિદ્યાર્થીઓ માં બૂમ ઉઠવા પામી છે.
આ નંબર પર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે ત્યારે ગુજરાત બોર્ડના કર્મચારી યોગ્ય જવાબ આપી શકતા નથી અને ભારે ઘોઘાટ આવતો હોય તે સ્થિતિમાં બાળકોને વળતો પ્રશ્ન પૂછી વધુ મુંઝવણ વધારતા હોવાનું બાળકો નું કહેવું છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મુંઝાતા હોય તથા તેમના મગજમાં જે પ્રશ્ન ઉભો થતા હોય તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.14 માર્ચથી પરીક્ષાના 2 અઠવાડિયા અગાઉ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 18002335500 જાહેર કરાયો છે
આ ટોલ ફ્રી નંબર રોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલુ રહે છે, પણ સ્ટાફના અભાવે તેમજ સ્થળ ઉપર આવતા ભારે ઘોઘાટ ભર્યા માહોલમાં યોગ્ય માહિતી મળી શકતી નહિ હોવાની ચર્ચા જોવા મળી રહી છે.