રાજ્યમાં રોજ હજારો લોકો પોતાના જીવ ગુમાવે છે, આવી વધુ એક ઘટના વડોદરા નજીક બની હતી, જેમાં એક વિદેશ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પારૂલ યુનિવર્સિટી પાસે બની હતી, ત્યારે ફરી એક વખત પારૂલ યુનિવસિર્ટીનું નામ અહેવાલોમાં છવાયું હતું.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, વડોદરા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝામ્બિયાના વિદ્યાર્થીનો બાઇક સાથે રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, બુધવારે સાંજે મિત્રો સાથે બાઇક ઉપર કોલેજ જતા સમયે આગળ જતી ટ્રકમાં બાઇક ઘૂસી ગઇ હતી, જેના લીધે ઝામ્બિયાના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે ગંભીર રીતે ઇજા થયેલા ઝામ્બિયાના બંને વિદ્યાર્થીઓને જ વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પીટર મ્વામ્બા પીટર સિનીયરનું મોત
નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુસુક્વા ડેનીસ મુસુંગેને સારવાર આપવામાં આવી હતી.
વડોદરા પોલીસને મળેલી માહિતી અનુસાર, વિદ્યાર્થી દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયાના કાબવે લુકાસાનો રહેવાસી અને અત્યારે વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રૂમ નંબર- 304 માં રહીને અભ્યાસ કરતો હતો.
આ ઘટનાની જાણ ઝામ્બિયા ખાતે રહેતા પરિવારજનોને કરાતા તેઓ વડોદરા આવવા માટે નીકળી ગયા છે. પરિવાર આવે ત્યાં સુધી તેનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.