વડોદરાઃ રેલવે માં ઇ ટીકીટ કૌભાંડ ની લિંક મળતાજ હરકત માં આવેલા તંત્ર વાહકો એ ઠેરઠેર રેડ કરવાની કામગીરી શરૂ કરી છે જેનાથી લાગતા વળગતા દોડતા થઈ ગયા છે , અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી છાપા મારવામાં આવી રહ્યા છેઅને તેનો રેલો બરોડા પહોંચ્યો છે. વડોદરા રેલવે ડિવીઝનમાં પણ સાત સ્થળોએ દરોડા પાડી આઠેક ઈસમો ની ધરપકડ કરવા સાથે ટિકીટો સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરાયો હોવાનું આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું . વડોદરા રેલવે સ્ટેશન , બાજવા, પ્રતાપનગર, આણંદ, અંકલેશ્વર સહિતના આરપીએફની વિવિધ ટીમોએ મંગળવારે સવારથી જ દરોડા શરૂ કર્યા હતા.વડોદરા રેલવે સ્ટેશન આરપીએફ ટીમે 3 એજન્ટોને ત્યાં તપાસ કરી હતી જેમાં એક સ્થળેથી બે દલાલોને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એક ટિકીટ જપ્ત કરાઈ હતી. બાજવામાં ત્રણએજન્ટોની તપાસ બાદ એકની ધરપકડ કરાઈ હતી તેની પાસેથી રૂા.40 હજારની 26 ટિકીટો જપ્ત કરાઈ હતી.
પ્રતાપનગર આરપીએફ દ્વારા 8 એજન્ટોની તપાસ કરાઈ હતી જેમાં બે ની ધરપકડ કરાઈ હતી તેમની પાસેથી રૂા.12523ની ટિકીટો જપ્ત કરાઈ હતી.આણંદમાં બે એજન્ટોની તપાસ કરાઈ હતીજેમાં એકની ધરપકડ કરાઈ હતી અને રૂા.5954ની ટિકિટો કબજે કરાઈ હતી. પ્રતાપનગર આરપીએફએ ભાયલીના જૈનીલ એન્ટરપ્રાઈઝ ટુર્સ-ટ્રાવેલ્સ ખાતે દરોડો પાડી રેલવે ટિકીટનોગેરકાયદે ધંધો કરતાં ગુંજન રોહિત ભાઈ પટેલને ઝડપી લીધો હતો, તેની પાસેથી વીસ હજાર રૂપિયાની 7 ટિકિટો અને કોમ્પ્યુટર સહિતના સાધનો જપ્ત કરાયા હતા. પ્રતાપનગરની ટીમેવારસીયામાં એસ.કે. કોલોનીમાં રહેતાં દીપક ચેતનદાસ ચેતવાનીને ત્યાં દરોડા પાડી ગેરકાયદે ટિકીટ સાથે ઝડપી લીધો હતો.તેની પાસેથી 14487ની નવ ટિકીટો અને લેપટોપ સહિતનોમુદામાલ જપ્ત કરાયો હતો. સોમા તલાવ કાન્હા હાઈટમાં ગેરકાયદે ઇ રેલવે ટિકિટનો વેપલો કરતાં જગદીશ પ્રસાદ સિંહા અને મહેન્દ્ર પ્રસાદ સિંહાને વીસ હજાર રૂપિયાની 11 ટિકીટો અનેલેપટોપ સાથે ઝડપી પાડયા હતા.આમ ઠેરઠેર દરોડા ની શરૂ થયેલી કામગીરી ને પગલે ચિટરો દોડતા થઈ ગયા છે અને ટિકટ લેનાર મુસાફરો અટવાઈ ગયા છે.
