રાજ્ય માં આજે સવાર થી જ વરસાદી માહોલ જામ્યો છે અને આ બધા વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે , મધ્ય ગુજરાત માં આવેલ આણંદમાં આભ ફાટ્યું છે અને ધોધમાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકાર ના દ્રશ્યો જોવા મળી રહયા છે આજે સવારે 6થી 10 વાગ્યા સુધી માં માત્ર 4 કલાકમાં 7 ઇંચ જેટલો તોફાની વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું છે, જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી થી તરબોળ બન્યા છે.
આમ તો બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. ભારે વરસાદ ના પગલે આણંદ વિધાનગર રોડ, શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર, વિદ્યાનગર રોડ લક્ષ્મી સિનેમા ગામડીવડ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભારે પાણી ભરાયા હતા.
આમ રાજ્ય માં આજે સૌથી વઘુ વરસાદ આણંદ માં નોંધાતા તંત્ર દોડતું થઈ ગયુ છે અને જો વધુ વરસાદ પડે તો શું કરવું તે માટે ની તૈયારી માં પડ્યુ છે.
