રાજપીપળા પાસે આવેલા રામપુરાના ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસની હત્યા થતા આખા ગામમાં ચકચાર મચી ગઇ છે. મહંત પર દસ માણસોએ હુમલો કર્યો હતો.
જેના કારણે તેમની હાલત ગંભીર હાલતમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પછી તેમનું મોત નીપજ્યું હતું. રાજપીપળા પોલીસે પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા કરવામાં આવી હતી. મહંત પર બહારથી આવેલા આઠથી દસ વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ સહિત 10 વ્યક્તિઓ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યોનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.