સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી તાલુકા પંચાયત ની ચુંટણીઓ દરમ્યાન
સુરેન્દ્રનગર ડ્રિસ્ટ્રીકટ બેન્ક ના ચેરમેન શ્રી હરદેવસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ ભાજપ ના ઉમેદવાર શ્રી કીર્તિસિંહ રાણા લિયા તાલુકા પંચાયત ની સીટ માં આખા મૂળી તાલુકા માં સૌથી વધારે 1381 જંગી મત થી વિજેતા બનતા લિયા કુન્તલપુર અને ગઢડા ગામ ના અગ્રણીઓ તેમજ ગ્રામજનો માં ખુબજ આનંદ ની લાગણી ફેલાઇ છે અને તેઓ નું ઠેરઠેર સ્વાગત કરાયું હતુ. ગામ માં નીકળેલા વિજય સરઘસ માં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા અને લોકો માં ખુબજ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
વિજેતા ઉમેદવાર કીર્તિસિંહ રાણા એ આ માટે લિયા કુન્તલપુર અને ગઢડા ગામ ના ગ્રામજનો નો આભાર વ્યક્ત કર્યો હતો.
