દક્ષિણ ગુજરાતમાં આવેલા બારડોલીના માંડવીમાં રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત થતાં ટ્રક રોડની બાજુમાં આવેલી ખાડીમાં ખાડામાં ખાબક્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે ખાડામાં ફસાયેલા ટ્રકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો
દક્ષિણ ગુજરાતમાં આવેલા બારડોલીના માંડવી પાસે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ચાર લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત થતાં ટ્રક રોડની બાજુમાં આવેલી ખાડીમાં ખાડામાં ખાબક્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. જ્યારે ખાડામાં ફસાયેલા ટ્રકને જેસીબીની મદદથી બહાર કઢાયો હતો.