ભ્રષ્ટાચારના કેસમાં જૂનાગઢ મનપાના તત્કાલિન કમિશનરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતાકીય તપાસના પણ આદેશ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ પ્રત્યે સખ્તાઈ દાખવતાં એક મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે જૂનાગઢ મહાનગર પાલિકાના તત્કાલીન કમિશનર વી.જે રાજપૂતને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.
કમિશનર વી.જે રાજપૂત 2009ની બેચના આઈ.એ.એસ અધિકારી છે. તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર તરીકે આચરેલી ગેરરીતિઓ બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશો કર્યા છે.