રાષ્ટ્રીય એકતાના શિલ્પી વિરાટ સરદાર પટેલની જન્મજંયતિના શુભદિને ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો હતો. સરદારનગરમાં આવેલા સરદારની પ્રતિમા પર સીડી મૂકીને ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.
આમ ભાજપના કાઉન્સીલર અને હોદ્દેદારોએ ભાન ભુલીને સરદારના નગર જ સરદારનું અપમાન કર્યું છે. જેથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ હાજરી રહી હતી.