સમાજ માં સંબંધો ની પવિત્રતા જ્યારે લજવાય ત્યારે તેનું ગંભીર પરિણામ આવતું હોય છે આવોજ એક બનાવ ગીર સોમનાથના તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે બન્યો છે જેમાં મામાના દિકરાને ફોઈના દિકરાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો મોબાઈલ ના ફોન રેકોર્ડિંગ માં ફૂટતા ફોઈના દિકરાએ મામાના દિકરા ની છરીના ઘા મારી હત્યા કરી દીધાનું પોલીસ તપાસ માં ખુલવા પામ્યું છે. હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ તાલાલા નજીકના જેપુર ગીર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિનો 13 વર્ષના લગ્નજીવન માં સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે,દરમિયાનહસમુખ કામળીયાને તેના દુરના મામાના છોકરા અતુલ કેશવાલા સાથે તેની પત્ની સાથે આડાસંબંધ હોવાની આશંકા હોય બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ હસમુખે તેની પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરી નાંખ્યું હતું. જેનાથી પત્ની અજાણ હતી. બાદમાં હસમુખે થોડા દિવસો દરમિયાન થયેલા કોલ રેકોર્ડિંગ સાંભળતા અતુલ સાથે પોતાની પત્નીની વાતો સાંભળી તે ગુસ્સે ભરાયો હતો અને અતુલ ની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બે દિવસ પહેલા સાંજના 7 વાગ્યે અતુલ પોતાના ગામ જેપુર ગીર જતો હતો, ત્યારે રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના 17 થી 18 જેટલા ઘા મારી અતુલની હત્યા કરી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો જે બાદ થયેલી પોલીસ તપાસ માં હત્યા નો ભેદ ખુલ્યો હતો.
