આજકાલ દેખાદેખીમાં લગ્નમાં લાખ્ખો રૂપિયાના ખોટા ખર્ચ થઈ રહયા છે ત્યારે આવા ખર્ચ બંધ કરવા સહિત સમાજને વ્યસન મુક્ત કરવા પાટીદાર સમાજે એક સુરે નિર્ણય કર્યો છે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવાનો વ્યસન મુક્તિ બને તેમજ લગ્નમાં બિનજરૂરી ખર્ચ તાત્કાલિક બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. આ માટે ગામેગામ છેવાડાના પરિવારોને સંકલીત કરીને કમિટીની રચના કરવામાં આવશે.
આત્મચિંતન શિબિરમાં 36 સમાજના કુલ 125 અગ્રણીઓ હાજર રહયા હતાં.
નડિયાદ પીપલગ ચોકડી સ્થિત પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મળેલી શિબિરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાજમાં લગ્ન દરમિયાન કાઢવામાં આવતા વરઘોડામાં દેખાદેખી વધેલા વ્યસનના દુષણને ખતમ કરવા વરઘોડોજ નહિ કાઢવા સહિત બીનજરૂરી ખર્ચા ઓછા થાય,યુવાધનને સાચુ માર્ગદર્શન મળે,શૈક્ષણિક સધ્ધરતા વધે,ધાર્મિકતા સાથે સાતત્ય જીવન તરફ વળે તેવા આશયથી યુવાપાંખની રચના કરવાનું પણ નક્કી કરાયું છે. આત્મચિંતન શિબિરમાં અગ્રણીઓએ ચર્ચા કરી ગામેગામ પરિવારોને સંકલીત અને માર્ગદર્શન કરી વરઘોડા જેવા વ્યવહારો તાત્કાલીક બંધ કરવા હાકલ કરી છે.
