નર્મદા નદીના અરબ સાગર સાથેના સંગમ સ્થાનની આ તસ્વીર પ્રથમ વખત માત્ર દિવ્ય ભાસ્કરનાં વાચકો માટે લેવામાં આવી છે. નર્મદાના સંગમ સ્થાન પર 1000 મીટર ઉંચાઈ પરથી લેવાયેલી આ ડ્રોન તસ્વીર છે. દિવ્ય ભાસ્કરની ટીમે બોટ માર્ગે આ સ્થળ પર પહોંચી નદીના સંગમ સ્થાન પર ઉપસેલા અદભુત બેટ પરથી તસવીર લીધી હતી. જ્યાં અમાસની ભરતી આવતાં જ આખો બેટ દરિયામાં સમાય જાય છે. ઓટ આવતાં જ બેટ ફરી ઉપસી આવે છે.
ગુજરાતની 4 કરોડની જનતા સાથે નર્મદા નદી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પાણી પુરૂ પાડે છે. હાલમાં નર્મદા પરિક્રમા પણ ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓ ક્યાંય નર્મદાને ઓળંગતા નથી પરંતુ અહીં સંગમ સ્થળથી થોડેક દૂર નાવડી મારફતે દરિયા વાટે એક છેડેથી બીજા છેડે જતા હોય છે.