સંઘપ્રદેશ દીવની એક ખાનગી કંપની માંથી રૂ. ૧૯ લાખની કેશ મળી આવતા સબંધિતો દોડતા થઇ ગયા હતા.
આ કંપનીમાં વિદેશી કરન્સી માં એક્સચેન્જ કરતી હોવાની તંત્રને શંકા છે. અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પેહલા કંપની દ્વારા કેટલી નોટો એક્સચેન્જ કરવામાં આવી તે પણ તપાસ કરવામાં આવી શકે છે.
અંતે ઉલ્લેખનીય છે કે ભારતમાં રદ થયેલી રૂ.૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટોનું વિદેશી નાણામાં એક્સચેન્જ કરતી હોવાની વાતોએ ભારે હોબાળો મચાવ્યો હતો.