ગાંધીનગર
દિવાળી માથે છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે છે. થોડા દિવસો પહેલા ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠક યોજીને નવી નેતાગીરી અંગે સેન્સ લીધી હતી જેના પરિણામે દિવાળી પહેલા ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ અને વિપક્ષના નેતા મળવાના હતા. પણ અત્યારે ગુજરાતના કોંગ્રેસીઓ મૂંઝવણમાં છે.
મૂંઝવણ એ છે કે દિવાળી તો માથે આવીને ઉભી છે પણ હજુ સુધી દિલ્હી હાઈ કમાન્ડે નવી નેતાગીરી અને પ્રદેશ માળખાની જાહેરાત કરી નથી. તો આ દિવાળી અને બેસતા વર્ષની શુભેચ્છાઓ કોને આપવી? અમિત ચાવડા અને પરેશ ધાનાણીને આપવી કે પછી કોઈ નવ નિયુક્ત પદાધિકારીને આપવી? હવે રઘુ શર્મા જ આ મૂંઝવણમાં થી કોંગ્રેસીઓને ઉગારી શકે એમ છે.