રાજનીતિ.. એ ભારતમાં ખુબ જ પ્રચલિત શબ્દ છે પછી તે રાજકારણમાં હોય કે અન્ય કોઈ બાબતે ભારતીયોમાં રાજનીતિ ઘર ઘરમાં પ્રવેશ કરી ચૂકી છે, એવામાં યુવા નેતૃત્વની માંગ પણ ભારત દેશમાં વધી છે, છેલ્લી ઘણી ચૂંટણીઓમાં જે પરિણામ આવ્યા એ બાબતે જોતા યુવા નેતૃત્વની ભારતને જરૂર છે એ વાત સાચી સાબિત થઈ રહી છે અને એ જોતાં જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ યુવા નેતૃત્વ આગામી વિધાનસભામાં મજબૂત રીતે આવશે એ વાતને સ્વીકારી છે.,

આપ સૌ કોઈ જાણો છો એહમદ પટેલ કોંગ્રેસના કદાવર નેતા હતા અને એમને કોંગ્રેસના ચાણક્ય પણ કહેવામાં આવ્યા છે, તેમના જીવનકાળ દરમિયાન એમના સંતાન રાજનીતિમાં નહીં આવે એ વાતનું રટણ તેઓએ કર્યું, અને જ્યારે તેમનું દેહાંત થયું ત્યારબાદ એમની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈસલ પટેલ દ્વારા નિવેદનો પણ આપવામાં આવ્યા કે તેઓ સામાજિક કાર્ય કરશે પણ રાજનીતિમાં નહીં આવે, પરંતુ હવે કોંગ્રેસના કદાવર નેતાઓ ની માંગ છે કે અહેમદ પટેલ ના સંતાનો રાજનીતિમાં આવે, પરંતુ કોંગ્રેસની ટાંટિયા ખેંચમાં આ સંતાનો કેટલા ફાવશે..? એ સૌથી મોટો સવાલ છે, કોંગ્રેસ પ્રદેશ હોય કે પછી જિલ્લા કક્ષાનું નેતૃત્વ હોય કોંગ્રેસમાં અંદરોઅંદરની લડાઈ રાજનીતિમાં આવતા પહેલા અહેમદ પટેલના સંતાનોને રાજનીતિમાં ફાવવા દેશે કે નહીં..? એ પણ એક મોટો સવાલ છે, મુમતાજ પટેલ અને ફૈસલ પટેલ બંને અહમદ પટેલ ના સંતાન છે અને ભરૂચની રાજનીતિમાં રસ દાખવી રહ્યા છે , પરંતુ અંદરો અંદર ના ડખાના કારણે એમની રાજનીતિ ની શરૂઆત સારી ન કહેવાય અલગ અલગ વ્યક્તિઓ અલગ-અલગ પ્રકારે સલાહ આપી રહ્યા હોવાના કારણે કોની સલાહ સાચી છે.? એનો નિર્ણય લેવો આ બંને સંતાનો માટે સરળ નહીં રહે.,
રાજનીતિ પ્રવેશના આ કપરા ચઢાણ ને આ બંને સંતાનો કઈ રીતે પાર પડશે એના પર સૌ કોઇની નજર છે અહેમદ પટેલની જેમ તેઓ નિર્ણય લઇ શકશે કે કેમ…? કારણકે કઠોર નિર્ણય વગર કોંગ્રેસનો કોઈ ઉધાર દેખાય નથી રહ્યો એવામાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી મેદાને ઉતરવા માટે દિગ્ગજ નેતાઓ કમર કસી રહ્યા છે અરવિંદ કેજરીવાલની પણ નજર હવે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી પર છે, એવામાં અહેમદ પટેલના સંતાનોને ચૂંટણીમાં રાજનીતિમાં ઝંપલાવવા માટે સાચી સલાહ કોણ અને ક્યારે આપશે એના પર સૌ કોઇની નજર ટકી છે.