મરીની ખેતી માટે સારી નિતારવાળી જમીન ની જરૂરી પડે છે. કલમી કે સાદા રોપાઓને 2 મહિના સુધી નર્સરીમાં ઉગાડવામાં આવે છે. ત્યારબાદ સીમેંટના થાંભલા ખેતરમાં નાંખીને મરીનો રોપ રોપવામાં આવે છે. વેલાને ટેકો આપવા માટે આ જરૂરી છે. 2થી 3 વર્ષમાં ઉત્પાદન મળે છે.
નવી ટેકનોલોજી આવી હોવાથી ગ્રાફ્ટીંગ કે કલમથી ખેતી થઈ શકે છે. જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ખેતીના પ્રયોગ ખેડૂતોએ શરૂ કર્યા છે.
મરી ફળનું કદ 8 મીમીના ગુચ્છા થાય પછી લણણી કરીને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે.
કાળા મરીનો વેલો એ સદાબહાર વેલો છે. તેની વેલો બારમાસી છે. જ્યાં વધું વરસાદ થતો હોય ત્યાં થાય છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, તારી, દાહોદ અને જૂનાગઢમાં ખેતી કે જંગલમાં થઈ શકે છે. ચરોતરનો પ્રદેશ પણ અનુકૂળ છે.
વધું વરસાદ વાળા ગુજરાતના વિસ્તારોના ખેડૂતો, કાજુની ખેતીની જેમ, દસ હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. ખેડૂતોને તેની ખેતીમાં ખૂબ મહેનત કરવાની જરૂર નથી. આ ખેતી જેટલી સરળ છે તેટલી ફાયદાકારક છે.
ગયા વર્ષે સ્થાનિક બજારમાં કાળા મરીનો ભાવ પ્રતિ કિલો રૂ. 400 ની આસપાસ ખેડૂતોને મળ્યો હતો. હવે તે બજારમાં 420થી 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાણ થયા હતા. જો તમે નવા જ પ્રકારની ખેતી કરવાનું વિચારી રહ્યા છો. તેથી કાળા મરીની ખેતી તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. જે તમને ભવિષ્યમાં ઘણો નફો આપી શકે.
દક્ષિણ ભારત
દક્ષિણ ભારત તેનું જન્મ સ્થાન છે. મલબારના જંગલો, કોંકણથી દક્ષિણમાં ત્રાવણકોર, આસામના કોચિન, સીલેત પહાડો, મૈસુર, કુર્ગ, મહારાષ્ટ્ર, આસામના સિલ્હેટ અને ખાસીના પર્વતીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. હવે તે ઇન્ડોનેશિયા, બોર્નીયો, મલય, લંકા, દક્ષિણ આફ્રિકા અને સિયામી દેશોમાં ઊગે છે. ગ્રીસ, રોમ, પોર્ટુગલ વગેરે જેવા વિશ્વના વિવિધ દેશોના હજારો વર્ષ જુના ઇતિહાસમાં ભારતના મરીની ખેતીનું વર્ણન છે. મરીના વેપારનું આર્થિક મહત્વ હતું. 15 મી સદીમાં વાસ્કો-ડી-ગામા ભારતમાં મરી મસાલા માટે મલબારના દરિયાકાંઠે આવ્યો હતો.
મસાલા પાક
કાળા મરીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. આયુર્વેદિક ગુણો ઘણા રોગનો ઇલાજ કરે છે.
છોડ – પાન
લંબચોરસ પાંદડાની લંબાઈ 12 થી 18 સે.મી., પહોળાઈ 5 થી 10 સેન્ટિમીટર છે. મૂળ 2 મીટરની ઊંડાઈ સુધી જાય છે. સફેદ ફૂલો ઉગે છે. વેલો 12 ડીગ્રી કે નીચે વધુ ઠંડી સહન કરી શકતો ન હોવાથી તે વધતો નથી. 25 થી 30 વર્ષ સુધી ખેતરમાં ટકે છે.
વાવેતર – વાતાવરણ
વેલો શરૂઆતમાં વધું તડકો સહન કરી શકતો નથી. વધુ ઠંડી નહીં પણ હળવું ઠંડું વાતાવરણ સારું છે. મરીના પાકમાં વાર્ષિક 2000 મીમી વરસાદ થવો જરૂરી છે.
જમીન
પાણીને પકડવાની ક્ષમતા ધરાવતી લાલ લેટાઇટ માટી અને લાલ માટી સારી માનવામાં આવે છે. પીએચ 5 થી 6 ની વચ્ચે હોય તે સારી જમીન છે. મૂળમાં રોગ ન થાય એવી જમીન હોવી જોઈએ.
રોપણી
એક હેક્ટર જમીનમાં 1666 છોડ રખાય છે. વેલા 30 મીટર સુધી થાય છે તેથી તેને સિમેંટના થાંભલાને ફરતે ગોળ વાળી દેવાઈ છે. જેથી 8થી 10 મીટર સુધી ઊંચા જાય અને ફળ નિસરણીથી ઉતારી શકાય છે.
ખાતર
કાર્બનિક ખાતર, પીએચ મૂલ્ય અનુસાર એમોનિયા સલ્ફેટ અને નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફેટ, 2 વર્ષમાં એકવાર ડોલોમિટીક ઓપ્ટેડનો ઉપયોગ કરાય છે.
સિંચાઈ
વરસાદ આધારિત સિંચાઇ છે, બંધનું કુદરતી પાણી આપવામાં આવે છે.
ફળ
જુલાઈ મહિનામાં સફેદ અને આછા પીળા ફૂલો ઉગે છે. જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ફળ ઊતારવામાં આવે છે. વ્યાસ 3 થી 6 મી.મી. છે. એક વેલા પરથી સૂકા મરી 4થી 6 કિલો મળે છે. લીલા ફળ 7 દિવસમાં સૂકાઈ જાય પછી તે સંકોચાઈને કાળા બની જાય છે.
પાકેલા ફળને પાણીમાં પલાળીને છાલ ઉતારી લેવાથી તે સફેદ મરી બની જાય છે. જે સલાડ, સૂપમાં વપરાય છે. નારંગી ફળો જાન્યુઆરીથી માર્ચ સુધી પાકે છે. સાતમા વર્ષથી, 100 થી 150 મીલીમીટર લાંબા ફળ થાય છે.
જાત
દક્ષિણ કેરળની કોટ્ટનાડન શ્રેષ્ઠ જાત છે, જેમાં તેલની માત્રા 17.8 ટકા છે. મધ્ય કેરળની નરાયકોડી, કારીમુંડા શ્રેષ્ઠ જાતો છે. એમ્પીરિયન (વાયનાડુ), નીલમુંદી (ઇડુક્કી), કુતિરવલ્લી (કાલિકટ અને ઇડુક્કી), બેલાનાકોટ્ટા, કલ્લુવલ્લી (ઉત્તર કેરળ), મલ્લિગેસરા અને ઉદેકરા (કર્ણાટક) જાતો મોટા પ્રમાણમાં ઉગાડવામા આવે છે. સંકરણ થયેલી પન્નિયુર -1 થી 8 જાતો કેરળ કૃષિ વિશ્વ વિદ્યાલયે માન્ય કરી છે. જે બધામાં સારું ઉત્પાદન આપે છે. પહેલા રોપ તૈયાર કરાય છે પછી તેને રોપવામાં આવે છે. હવે કલમી રોપા શ્રેષ્ઠ બની ગયા છે. જેના મૂળ બીજા કોઈ છોડવા અને ઉપરનો વેલો મરીનો હોય છે. આ મૂળ જમીનના રોગને ટક્કર આપે એવા હોય છે. જેથી વેલો 30 વર્ષ સુધી સુકાતો નથી.
ભારતીય મસાલા ખેતી અનુસંધાન સંસ્થાએ કોઝીકોડની બે જાત ગિરી મુંડા જાત એક હેક્ટરે 1440 કિલો પેદા થાય છે. જેમાં 4.9 ટકા પિપેરીન, 14.9 ટકા ઓલિયોરેસિન, 4.1 ટકા તેલ છે. આ જાત આસાનીથી ઉગાડી શકાય છે. એક વેલા પરથી 4000 કિલો સુધી પેદા કરી શકાય છે.
કાળા મરીની 75 થી વધુ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. શુભકારા, શ્રીકરા, પેંચમી, પૂર્નામી, શક્તિ, તેવમ, ગિરિમુંડા માલવર એક્સેલ (ભારતીય મસાલાઓ પાક સંશોધન સંસ્થા, કાલિકટ દ્વારા માન્ય છે.
રોગો
ફૂગથી મૂળના રોગ થાય છે. મૂળના રોગ ભીની અને નબળી જમીનમાં વધું ફેલાઈ છે, જેથી પાંદડા નબળા પડે છે. 10 દિવસમાં વેલો સૂકાઈ જાય છે. વેલો 60 વર્ષ સુધી જીવી શકે છે તેથી જમીન રોગ મુક્ત રહેવી જોઈએ.
ઘણા પરોપજીવી મૂળને નુકસાન કરે છે.
વ્યાપાર
બીજા વિશ્વ યુદ્ધ પહેલાં 96 હજાર ટન મરીનું ઉત્પાદન ભારતમાં થયું હતું. હાલ દર વર્ષે લગભગ 20 કરોડ રૂપિયાના કાળા મરી વિદેશ મોકલાય છે.