કોરોના માહોલ માં જૂનાગઢ ભવનાથમાં 2 સાધુને શિકાર કરનાર દીપડાને પકડી લેવાયો છે અને આજીવન કેદ ની સજા કરવામાં આવી છે હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે લાવી કાયમ માટે પાંજરા માં બંધ કરી દેવામાં આવશે, વન વિભાગના સૂત્રો એ આપેલી વિગત મુજબ ગત તા.17 એપ્રિલના રોજ ગિરનાર ના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં ફરી આ દિપડા એ તા.25 એપ્રિલે ભવનાથ તળેટીના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સામેના સરકારી ડોમ પાસે ખુલ્લામાં સુતેલા 52 વર્ષિય ઓમકારગીરી મહારાજને પણ દીપડાએ ફાડી ખાધા હતા આમ ઉપરા ઉપરી બે માનવ શિકાર કરવાની ઘટના એ તંત્ર ને દોડતું કરી દીધું હતું બાદમાં નાયબ વન સંરક્ષક ડો. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક જે.આર. પટેલના માર્ગદર્શનમાં વન વિભાગની 3 ટીમે શંકાસ્પદ દીપડાને પકડી પાડેલ હતો.
બાદમાં દીપડાના સ્કૈટ- સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલી બન્ને માનવ હુમલામાં દીપડાની ખરાઇ કરવામાં આવી હતી. દરમિયાન 2 સાધુને ફાડી ખાનાર ખુંખાર માનવભક્ષીઅંદાજે સાતેક વર્ષની ઉંમરના દીપડાને હવે આજીવન છોડવામાં નહી આવે કારણ કે માનવલોહી ચાખી ગયેલો દિપડો ફરી પણ કોઈ નો ભોગ લઈ શકે છે તેથી હવે ખુંખાર માનવ ભક્ષી દીપડાને સક્કરબાગ ખાતે પુરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. કોરોના ના માહોલ માં દિપડા એ બે સાધુઓ ને ફાડી ખાવાની ઘટના આ વિસ્તારમાં માં ભારે ચકચાર જગાવી હતી અને માનવભક્ષી દીપડા ને પાંજરે પુરવા માંગ ઉઠી હતી.
