જૂનાગઢના પૂર્વ સાંસદ, ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને અગ્રણી શિક્ષણવિદ્ મોહનભાઈ પટેલનું દુઃખદ અવસાન થતાં તેમને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલે શ્રદ્ધાંજલિ પાઠવીને પ્રભુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ કઠિન પરિસ્થિતિ માં શક્તિ મળે તેવી પ્રાર્થના કરી છે.
સી.આર.પાટીલે કહ્યું હતું કે, ગુજરાત રાજ્ય માં વસવાટ કરતા કડવા પટેલ સમાજના મોભી, દીર્ઘદૃષ્ટા અને શિક્ષણવિદ્ અને મો. લા. પટેલથી ઓળખાતા મોહનભાઈ પટેલના અવસાનથી સમાજ અને રાજ્યને ખુબ મોટી ખોટ પડી છે. તેમના થકી પ્રજા સેવા અને સમાજ સેવા ના કાર્યો હંમેશ જીવંત રહેશે.
