જૂનાગઢ જિલ્લામાં વરસાદ પડતાં અહીંના કેસર કેરીના પાકને વ્યપાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે વંથલી, સાસણ ગીર અને તાલાલા ગીર પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
આજે બપોરે ચારેક વાગ્યા ના અરસા માં જૂનાગઢના વંથલી, સાસણ ગીર અને ગીર સોમનાથના તાલાલા ગીર પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને પવન સાથે સતત 30 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે ભારે પવન સાથે પડેલ કમોસમી વરસાદના આંબા પર રહેલી કેરીઓ ખરી પડી હતી. આ વરસાદના પગલે પ્રખ્યાત કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી કેરી પકવતા ખેડૂતો ચિતામાં મુકાઈ હતા.