આ વિસ્તારમાં આઝાદીના આટલા વર્ષો પછી વિસ્તારના જનપ્રતિનિધીને કેબિનેટ મંત્રી સ્થાન મળ્યું છે. આ વિસ્તારના ખેડૂતોને વિજળી અને પાણીના બે પ્રશ્નો છે. કુવરજીભાઈ પાસે પાણીના પુરવઠાનો વિભાગ છે. હાલ મુખ્ય સિંચાઈનો પ્રશ્ન છે, જે હવે રહેશે નહીં.
છેલ્લા ચાર મહિનામાં પાણી પુરવઠા મંત્રી થયા બાદ જે નર્મદાનું પાણી ભુતકાળમાં મળતું હતું તેનાથી 3 ગણું પાણી મળતું થયું છે તેનાથી 95 ટકા પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. નાના-મોટા પાઈપલાઈનના થોડા કામ બાકી છે જે થોડા સમયમાં પુર્ણ થઈ જશે.
આવનારા સમયમાં આવી રહેલ ચૂંટણીને લઈને ભરત બોધરાએ જણાવ્યું હતું કે જસદણ અને સાણસણીમાં વર્ષોથી ભાજપને લીડ મળતી હતી. અઠવાડિયા પહેલા અમારો પ્રવાસ હતો .પાટીદારો વિકાસને માને છે અને ફક્ત પાટીદાર જ નહીં કોળી અને માલધારી હોય આ તમામ લોકો આવનારા દિવસોમાં સાબિત કરી દેશે કે આવનારું પરીણામ અૈતહાસિક પરીણામ છે.