સૌરાષ્ટ્રમાં ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીના કાર્યકાળથી જ કન્યા કેળવણી ફરજિયાત શિક્ષણ તેમજ ભાર વિનાનું ભણતર ઉપર ધ્યાન અપાતું હતું અને શિક્ષણ પ્રત્યે રજવાડા સમયે ગોંડલ સ્ટેટ હંમેશા આગળ હતું.
ત્યારબાદ દેશ આઝાદ થયો અને લોકશાહી અમલમાં આવી છતાં માજી રાજવી પરિવારે આજેપણ શિક્ષણમાં પોતાનું યોગદાન ચાલુ રાખ્યું છે અને ગોંડલ સ્ટેટના રાજમાતા કુમુદકુમારીબાના માર્ગદર્શન હેઠળ મહારાણી રાજકુંવરબા કન્યા વિદ્યાલયમાં શિક્ષણની જ્યોત હજુપણ કાર્યરત છે અને રાજાશાહી વખતે શરૂ થયેલી આ સંસ્થાનો 77મો વાર્ષિકોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો.






ગોંડલ મહારાણી શ્રીરાજકુંવરબા કન્યા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી જેમાં ગોંડલ, ભાવનગર સહિતના સ્ટેટના માજી રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીના કાર્યકાળમાં કન્યા કેળવણી ફરજિયાત શિક્ષણ ભાર વિનાનું ભણતર વગેરે શિક્ષણ પ્રત્યે ગોંડલ હંમેશા અગ્રેસર હતું. તે લક્ષ્યને આગળ ધપાવતા રાજમાતા કુમુદકુમારીબાના માર્ગદર્શન હેઠળ મહારાણી રાજકુંવરબા કન્યા વિદ્યાલય કાર્યરત છે. આ સંસ્થાનો 77મો વાર્ષિકોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો.
આ પ્રસંગે દીપ પ્રાગટ્ય મહારાણી યોગીનીદેવી ઓફ વાંકાનેર દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ દીકરીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રાજમાતા સાહેબ કુમુદકુમારીબા ઓફ ગોંડલ, મહારાજા કેસરીસિંહજી ઓફ વાંકાનેર, કુમાર જ્યોતિર્મયસિંહજી ઓફ હવામહેલ, રાજમાતા રાસેશ્વરી રાજ્યલક્ષ્મીદેવી ઓફ જેસરમેર, મહારાજકુમારી બ્રીજેશ્વરીકુમારી ઓફ ભાવનગર, દરબાર સાહેબ શિવરાજસિંહજી વાળા તેમજ રાણીસાહેબ ભારતીબા ઓફ ઢાંક, દરબાર સાહેબ મહિપાલવાળા પીઠડીયા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા , ભુવનેશ્વરી પીઠના ઉપાધ્યક્ષ રવિદર્શનજી વિદેશી મહેમાન મિ. રેય એન્ડ મિસ. જેનેટ, નગરપાલિકાના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ નગરપતિ પૃથ્વીસિંહ જાડેજા સહિતના મહાનુભાવો સહિત હજારોની સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના લેડી. સુપ્રિ. હર્ષાબા જાડેજા તેમજ ટ્રસ્ટીગણ સહિત તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.