રાજ્યમાં માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની વધુ એક ઘટના બની છે. હવે રાજકોટનાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની હજારો બોરીઓનો સ્ટૉક હતો જેમાં આગ લાગી હતી. આ ભયંકર આગમાં મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ભયંકર આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતુ. આ કારણે માર્કેટયાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ લાગતા આગનાં ગોટેગોટા જોવા મળ્યા હતા અને મરચાની ગાંસડીઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં મેળવવા માટેની કામગીરી હાથી ધરી છે.
વેપારી એસોસિએશનનાં પ્રમુખ અતુલભાઈનાં જણાવ્યા અનુસાર અત્યારની સીઝનમાં મરચા ખુલ્લા પટમાં રાખવામાં આવે છે. કોઈક કારણોસર મરચાનાં ઢગલામાં આગ લાગતા ધૂવાંડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. અંદાજે 2 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 40થી વધુ ખેડૂતોનાં મરચા આગની લપેટમાં આવી ગયા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે