ગુજરાત સરકારમાં હવે સત્તાવાર રીતે વ્હોટ્સએપની એન્ટ્રી થઈ ચુકી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને રોજીંદા કામમાં સોશિયલ મીડિયા અને વ્હોટસએપ જેવા માધ્યમોનો ઉપયોગ કરવાના નિર્દેશ અપાયા છે.
આપદા સંકલન અને સરકારની રોજીંદી બેઠકોની માહિતી વ્હોટસએપ કે, સ્કાયપ જેવા માધ્યમોથી મેળવવા માટે વિભાગે પરિપત્ર કર્યો છે. ઈ-મેઈલ માટે પણ સરકારી બાબુઓને અનુરોધ કરતો પરિપત્ર કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રોજીંદા કામ માટે અધિકારીઓ અને વિભાગોના વડા ગુજરાત સરકાર દ્વારા ઈ-મેઈલની ઉભી કરાયેલી વ્યવસ્થાનો ઉપયોગ કરે.
આ સાથે જ પરિપત્રમાં વિભાગના વડા અને સચિવો માટે સ્માર્ટફોન ખરીદવા ઉપરાંત ફીડબેક અને રિસ્પોન્સ સેલ ઉભો કરવા માટે પણ પરિપત્રમાં કહેવાયું છે.