અમદાવાદ શહેરમાં ઢોરોની સમસ્યા વિકટ બની રહી છે ગાયો સહિત રઝળતા ઢોર ને કારણે માર્ગ અકસ્માત સર્જાતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવા છતાં પણ કાર્યવાહી મંથર ગતિએ ચાલી રહી હતી.બીજી તરફ નિકોલ વિસ્તારમાં યોજાયેલ મેગા પ્રોપર્ટી શો માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 10 દિવસ બાદ એક પણ ગાય રોડ ઉપર રખડતી દેખાવી ના જોઈએ જે સાંભળી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને અનેક લોકો ચર્ચા માં લાગી ગયા હતા કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છે કે સી.આર.પાટીલ કારણકે પ્રદેશ પ્રમુખે આવું નિવેદન કરતા જ અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.
આજે અમદાવાદ શહેરમાં સી.આર. પાટીલ ના આવા નિવેદન થી ગુજરાતના માલધારી સમાજ માં આક્રોશ જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ આવતીકાલે માલધારી સમાજ દ્વારા અમદાવાદ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી સી.આર.પાટીલ સામે વિરોધ પ્રદર્શન નોંધાવવા ની ચીમકી ઉચ્ચારી છે.સમગ્ર અમદાવાદ સહિત અનેક શહેરોના માલધારી સમાજ આવતીકાલે અમદાવાદ કલેક્ટર ઓફીસ ભેગા થવાનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.
