સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. હવે તેમણે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે વાહનો બદલાવીને જવાની જરૂર નહીં રહે. કારણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આવતા અઠવાડિયાથી વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વિઘ્નો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી છે. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે.
આવું કદાચ પ્રથમવખત બની રહ્યું હશે કે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ પહેલા જ એસ.ટી.એ લોકોની સગવડતા માટે સારો નિર્ણય લીધો હોય