દિવાળી બાદ રાજ્યમાં ઠંડીએ પોતાનો ચમકારો બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં સવારે અને સાંજે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે.
જ્યાં દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને રાતના સમયે 16.6 ડિગ્રી જેટલું નીચે સરકી ગયું છે. આ ઉપરાંત અમદાવાદ,કંડલા , ડીસા અને ભાવનગર સહિતનું તાપમાન 15 થી 16 ડિગ્રી જેટલું નોંધાયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો.
આમ હવે ઠંડી ધીમે ધીમે તેની અસર દેખાડી રહી છે. આગામી દિવસોમાં હજી ઠંડીનો પારો નીચે સરકશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.