ગુજરાતનો ખેડૂત વર્ગ હાલમાં ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ખેડૂતો વારંવાર ગુજરાત સરકાર પર ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ વિપક્ષ લગાવતો રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોનુ 21000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરવામાં આવ્યુ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતે આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે રાજ્યના 26 જિલ્લાઓને દુકાળગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે.ફડનવીસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે.