ગુજરાતના મુખ્ય ઈન્કમ ટેક્સ અધિકારીની બદલી કરવામાં આવી છે. હવે ગુજરાતન ઈન્ક્મ ટેક્સ અધિકારી તરીકે અજય દાસ મેહરોત્રા કારભાર સંભાળશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 1984 બેંચના ઈન્ડિયન રેવેન્યુ સર્વિસના અધિકારી અજય મલ્હોત્રા 34 વર્ષનો અનુભવ ઘરાવે છે. અજય મલ્હોત્રાએ આ પહેલા મુખ્ય આયકર આયુક્ત -બે તરીકે પણ ફરજ બજાવી છે.
ગુજરાત ઈન્કમટેક્સ કમિશ્નર બન્યા તે પહેલા અજયદાસ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં નોકરી કરી ચૂક્યા છે. નોંધનીય છે કે પૂર્વ પ્રધાન મુખ્ય કર આયુક્ત એકે જયસ્વાલ સબસીડીના સેટલમેન્ટ કમિશનમાં નિયુક્ત થતા તેઓ દિલ્હી જતા રહ્યા છે. હવે તેમની જગ્યાએ અજયદાસ મેહરોત્રાએ જવાબદારી સંભાળી લીધી છે.