ગુજરાત સહીત સમગ્ર દેશમાં જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તે ઉના દલિત કાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક આરોપી શાંતિલાલ મેનપરા અને આ ઘટનામાં સામેલ એક પોલીસ કર્મી ના જમીન મંજૂર કરાયા છે.
વિગતો મુજબ ગીર સોમનાથ જીલ્લાના ઉના ખાતે કેટલાક ગૌરક્ષક માનતા વ્યક્તિઓએ મૃત ગાયોના ચામડા ઉતારવાનું કામ કરતા દલિતોને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા અને ત્યારબાદ મીડિયામાં અહેવાલો આવતા ભારે હોબાળો મચી ગયો હતો. અને દિલ્હીના રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ઉમટી પડ્યા હતા. આ ઘટના બાદ તેમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. દરમ્યાન નામદાર હાઈકોર્ટ આ કેસના બે આરોપીઓના જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સાંપડી છે.