અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પારો ૪૪.૫ સુધી પહોંચી ગયો હતો. બીજી બાજુ અમદાવાદમાં પણ પારો ૪૩.૩ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પારો ૪૩થી ઉપર પહોંચતા ઓરેન્જર એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી હતી. ગરમીનું મોજુ અકબંધ રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
આજે ગાંધીનગર ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ પારો ૪૪ સુધી પહોંચ્યો હતો. બપોરના ગાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે રવિવાર હોવાના કારણે લોકો ઘરથી બહાર નિકળ્યા ન હતા. હિટ સ્ટ્રોકના કારણે તાજેતરમાં જ અનેક લોકોને અસર થઇ હતી. અમદાવાદ શહેર માટે હિટવેવ એક્શન પ્લાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આને અમલી રાખવામાં આવ્યો છે. લોકોને હિટવેવ સામે જાગૃત કરવા પણ પગલા લેવાયા છે. બાગબગીચાઓને પણ ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૪૩થી ઉપર પહોંચતા લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. ડિસામાં પણ પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બીજી બાજુ સામાન્ય લોકો પણ સાવધાન થયા છે અને બપોરના ગાળામાં હવે લોકો નજરે પડી રહ્યા નથી. કામ સિવાય બહાર નહીં નિકળવાની સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. તીવ્ર ગરમી વચ્ચે ઇન્ફેક્શનના બનાવોમાં સતત વધારો થતાં લોકોને સાવચેત રહેવા પણ નિષ્ણાત તબીબો સૂચન કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં પારો સતત વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થાય તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમીથી લોકો આજે પણ ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગ તરફથી હિટવેવને લઈને કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ બપોરના ગાળામાં હાલમાં લોકો વધુ સાહસ કરી રહ્યા નથી. અમદાવાદ શહેરમાં જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની પરબ મુકવામાં આવી છે. આ ઉપરાંત પણ સેવાભાવી સક્રિય થયેલી છે. અમદાવાદ શહેરમાં બપોરમાં જનજીવન પણ ખોરવાયું હતું. ઘણા રસ્તાઓ સુમસામ બન્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સક્રિય થયેલી છે. આ સાથે જ શરીર પર એવા વસ્ત્રો પહેરવા જેથી કરીને ગરમ પવનોની અસર ન થાય. લૂ ન લાગે કે હિટસ્ટ્રોકનો ભોગ બનવું ન પડે તે માટે લોકોને બને એટલું પાણી વધારે પીવા પર ખાસ સલાહ સલાહ આપવામાં આવી છે.