ઉનાળું ઋતુના પાકમાં ગુજરાતમાં વાવેતરમાં બીજા નંબરનું સ્થાન ઉનાળુ ડાંગરનું આવે છે. જેનું વાવેતર 50 હજાર હેક્ટર છે. તેમાં સૌથી વધું 15 હજાર હેક્ટર વાવેતર અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે. ત્યારબાદ ખેડામાં 14 હજાર હેક્ટર વાવેતર ખેડૂતોએ કર્યું છે. રોગચાળાના કારણે અમદાવાદના સિંચાઈ વિસ્તારમાં ભેજના કારણે થતી ડાંગરમાં રોગ જોવા મળે છે. તેથી ઉત્પાદન ઘટતા બાવળાની ચોખા બજારને સારી એવી વિપરીત અસર થવાની ભીતિ ખેડૂતો બનાવી રહ્યાં છે.
ઉનાળુ ડાંગરમાં ઘણી જીવાત જોવા મળી રહી છે. વોટર વીવીલ નામના કિટકો ડાંગરના પાન ઉપર જીવીને ભારે મોટું નુકસાન કરી રહ્યાં છે. કરમોડી, પાનનો સુકારો, આંજીયા, ભૂરા કંટીના રોગ હોવાની ખેડૂતોની ફરિયાદ છે કે આ જીવાતના કારણે છોડ નબળા પડી ગયા છે, જે ઉત્પાદનને મોટી અસર કરી શકે. બાવળા અને ખેડાની બજારમાં વેપારીઓ માટે આ જીવાત સારા ઉત્પાદનની આશા ગુમાવી રહ્યાં છે.
ડાંગરના પાનની મધ્ય નસની આજુબાજુ સમાંતર સફેદ લીટીઓ જોવા મળી રહી છે. જ્યારે તેની ઇયળ અવસ્થા આવવાથી ડાંગરના છોડના મૂળને નુકસાન કરે છે. ઉપદ્રવ થવાથી ઉત્પાદન પર માઠી અસર પડતાં ખેડૂતો અને વેપારીઓ બન્નેની ચિંતા વધી છે.
આવા વારંવાર રોગ આવી રહ્યાં હોવાથી ગુજરાતમાં અમદાવાદ અને ખેડાને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં ઉનાળુ ડાંગર ઉગાડવાનું મોટા ભાગે બંધ કરી દીધું છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં માંડ 15 હજાર હેક્ટરનું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. ગુજરાતમાં ઉનાળું ડાંગરના વાવેતરમાં 7 હજાર હેક્ટર સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે.
ગયા ચોમાસામાં 8.55 લાખ હેક્ટરમાં ચોખાનું વાવેતર થયું જેમાં 19 લાખ ટન ચોખા પાક્યા હોવાનો અંદાજ કૃષિ વિભાગનો છે. સરેરાશ હેક્ટરે 2200 કિલોગ્રામાની ઉત્પાદકતાં આવી હતી. પણ અમદાવાદ વિસ્તારના ખેડૂતો કહે છે કે, ઉનાળામાં તો ઉત્પાદકતા સાવ તળિયે આવીને ઊભી રહેશે. ધાર્યું ઉત્પાદન મળી શકે તેમ નથી.
2016-17માં ઉનાળુ ડાંગર 56 હજાર હેકટરમાં ખેડૂતોએ વાવેતર કરીને 1.8 લાખ ટન મેળવેલું હતું. 15 વર્ષની સરેરાશ 22 હજાર હેક્ટર હતી. ઉનાળુ ડાંગરની ઉત્પાદકતા 3.2 ટનની છે. નહેરોના અનિયમિત પાણીના કારણે વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. મહેનતું અને સજાગ ખેડૂતો 7 ટન સુધી ઉત્પાદન મેળવે છે. જેમાં ગુર્જરી, મહીસાગર, જી.આર.૧૦૩, જયા અને જી.આર.11 સુધારેલી જાતોથી ઉત્પાદન સારું મેળવે છે. આણંદકૃષિયુનિવર્સિટીના નવાગામના ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતોને ભલામણ કરી છે.