અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઈરાદાથી ફાયરીંગ કરવાનો બનાવ સામે આવ્યો છે. સ્ટોર બંધ કરીને રાત્રે ધરે પાછા ફરી રહેલા ગુજરાતી દંપતિ પર એક ગોરા લૂંટારુએ ફાયરીંગ કર્યું હતું. આ ગોળીબારમાં મહિલાનું મોત નિપજ્યું હતું.
આ ઘટના જ્યોર્જિયાના આલ્બેની વિસ્તારની છે. આ ઘટનામાં ભોગ બનનાર ગુજરાતી દંપતિ વર્ષોથી ત્યાં વસે છે. આ ઘટનામે સામે આવેલા ફૂટેજમાં ગોરો લૂંટારું ગાડીમાં બેસવા જતાં પતિ-પત્નીએ બંદૂક દેખાડતો ,ડરાવતો અને માંગણી કરતો તેમજ ફાયરીંગ કરતો દેખાઈ આવ્યો છે. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.