આજકાલ બળાત્કારના બનાવો સતત વધી રહયા છે ત્યારે વાછરડીના મૃતદેહ સાથે બદકામ કરી રહેલો ઈસમ ઝડપાતા લોકો ફિટકાર વરસાવી રહયા છે.
સુરેન્દ્રનગરના પાણસીણા ગામમાં આ ગામના ખેતરમાં મૃત્યુ પામેલી વાછરડી સાથે એક ઇસમે દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી ગઇ છે.
મૃત્યુ પામેલી વાછરડી સાથે દુષ્કર્મ આચરનાર ઇસમનું નામ હરેશ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં પાણસીણા પોલીસે મોડી રાત્રે નરાધમ હરેશ ચૌહાણ સામે ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો અને કડક સજાની માંગ ઉઠવા પામી છે.
