આજે રાજ્યમાં ભગવાન શ્રી રામના જય જયકાર વચ્ચે ઠેરઠેર ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ત્યારે અમરેલીના જાફરાબાદમાં આજે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય હિરા સોલંકી સહિત વિહિપના કાર્યકર્તાઓ બુલડોઝરમાં સવાર થઈ નીકળ્યા હતા.
જાફરાબાદમાં યોજાયેલી શોભાયાત્રામાં ધારાસભ્ય હિરા સોલંકી ઉપરાંત તેની સાથે સ્થાનિક અગ્રણીઓ સરમણ બારૈયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ,ચંદુભાઈ સહિત સ્થાનિક વિવિધ હિન્દૂ સંગઠનના લોકો અને કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો પણ જોડાયા હતા અને રંગેચંગે શોભાયાત્રા સંપન્ન થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
