અમદાવાદ બાદ હવે બનાસકાંઠામાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયુ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા હવે ફરી કોરોના ગાઈડ લાઈન પાળવા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવી રહયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે.
જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ ફરતો જણાશેતો રૂ.1000નો દંડ કરવાના આદેશ અપાયો છે.
મહત્વનું છેકે અમદાવાદમાં પણ ગત તા.13 મીજુનથી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરનારાઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, અને લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે બનાસકાંઠામાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે.
