ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં આવેલા ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ગ્રાઉન્ડ પર એક્વેસ્ટ્રીયન બ્રીડર અને સ્પોર્ટ્સ એસોસિએશન તેમજ ઓલ ઈન્ડિયા મારવાડી હોર્સ સોસાસટી ગુજરાત ચેપ્ટર દ્વારા સ્ટડ સ્ટોરી- ધ હોર્સ શો ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યો છે.
આ શો 28 ઓક્ટોબર સુધી શરુ રહેશે, જેમા અંદાજે 225 થી વધુ ઘોડાની પ્રજાતિ જોવા મળશે. આ શોમાં એક બ્રાઉન પાછ ઘોડો પણ આવ્યો છે જેની કિંમત એક કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ શોમાં જોવા મળતા ઘોડાની કિંમત છ લાખથી લઈને એક કરોડ સુધી તેમજ તેનાથી પણ વધુ છે.હોર્સ શોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને દેશના અન્ય વિસ્તારમાંથી વિવિધ પ્રકારના ઘોડા લઈને તેમના માલિકો ભાગ લેવા આવ્યા છે. આ શો અમદાવાદમાં સૌ પ્રથમવાર જોવા મળ્યો છે.