વાગરા તાલુકાના 3000 વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણનો લાભ મળશે
દહેજ વિસ્તારની પ્રથમ આઇ.ટી. ઓન વ્હીલ શરૂ થઈ
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત આઇ.ટી.(IT) ઓન વ્હીલ્સ પ્રોગ્રામની શરૂઆત આજે અદાણી પેટ્રોનેટ પોર્ટ લિ. દહેજના સી.ઓ.ઓ, શ્રી.જગદિશ પટેલના વરદ હસ્તે અદાણી પોર્ટ ના વિભાગીય વડાઓની હાજરીમાં કરવામાં આવી છે. વાગરા તાલુકાના 12 ગામની 14 સરકારી શાળામાં ફરીને આ વાન દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવશે.


અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં ઉત્થાન પ્રોજેકટ ચાલે છે. આ પ્રોજેકટ અંતર્ગત ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના 12 ગામમાં આવેલી 14 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયક કાર્યરત છે. વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને ઉત્તેજન આપવા અને પાયાના સ્તરે વધુ સારા શિક્ષણ પરિણામો હાંસલ કરવા માટે, અદાણી ફાઉન્ડેશને વર્ષ 2018-19માં ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા એક નવીન પહેલ કરી હતી. વ્યાપક પહેલમાં સરકારી પ્રાથમિક શાળાઓને દત્તક લેવા, પ્રિય વિદ્યાર્થિઓ (પ્રગતિશીલ શીખનારાઓ)ને ટ્યુશન, ડ્રોપઆઉટ દરને અટકાવવા અને સ્ટાફની ક્ષમતા નિર્માણ માટે સહયોગનો સમાવેશ થાય છે. તે વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાને વધારવા માટે શિક્ષકો અને માતાપિતા (ખાસ કરીને માતાઓ) ને પણ આ પ્રવૃતિને સામેલ કરવામાં આવે છે.
આવા અનેક ઉદ્દેશ સાથે કામ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર શિક્ષણ અને એની સમજથી વંચિત ન રહે એ માટે આઈ.ટી. ઓન વ્હીલ શરૂ કરવામાં આવ્યું છે. આ વાનમાં 25 જેટલા લેપટોપ છે અને સાથે એક શિક્ષક છે. જે વાગરા તાલુકાની 14 શાળામાં અલગ-અલગ દિવસે જશે અને વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપશે. વાગરા તાલુકાના લખીગામ, લુવારા, જાગેશ્વર, અંભેટા, દહેજ, જોલવા, સુવા, રહિયાદ, અટાલી, વેગણી, કોલીયાદ અને કલાદર ગામની 14 શાળામાં બેઝિક કોમ્પ્યુટર નોલેજ, જેમ કે તેના બેઝિક ફંડામેન્ટલ્સ, એમએસ વર્ડ અને પેઈન્ટ જેવા કોર્સ શીખવવામાં આવશે.
અદાણી પેટ્રોનેટ પોર્ટ લિ. દહેજના સી.ઓ.ઓ. શ્રી જગદિશ પટેલે આઇ.ટી. ઓન વ્હીલની શરૂઆત અને ઉત્થાન કેલેન્ડર લોન્ચ કરતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ઉત્થાન એ અદાણી ફાઉન્ડેશનનો મુખ્ય કાર્યક્રમ છે જે સમુદાયને એક સાથે જોડે છે અને બાળકોના માતાપિતા સાથે સંબંધ બાંધે છે. આ પ્રોગ્રામ ચોક્કસપણે શાળાના બાળકોનું 21મી સદીના કૌશલ સાથે ભણવામાં શ્રેષ્ઠ પરિણામ આપશે, બાળકો શીખવાના ઉત્સાહ સાથે કોમ્પ્યુટર પર નવી વસ્તુઓ શીખશે.