Eating Almonds: શું બદામ ખાવાથી તમારું મગજ ખરેખર તેજ બને છે? એક્સપર્ટે તેની પાછળનું વિજ્ઞાન જણાવ્યું..
ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીર માટે ફાયદાકારક છે. પરંતુ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે. હવે સવાલ એ થાય છે કે શું બદામ ખાવાથી મગજ ખરેખર તેજ થાય છે.
બાળપણમાં મોટાભાગના લોકોએ ઘરમાં સાંભળ્યું જ હશે કે બદામ ખાવાથી મગજ તેજ થાય છે. શિયાળામાં બદામ ખાવી વધુ ફાયદાકારક છે. પણ શું ખરેખર આવું થાય છે?
નિષ્ણાતોના મતે એ વાત સાચી છે કે બદામ મગજને તેજ બનાવે છે. કારણ કે બદામમાં કેટલાક તત્વો મળી આવે છે, જે મગજના કોષોનો વિકાસ કરે છે અને તમને સતર્ક બનાવે છે. તેનાથી ખાસ કરીને મેમરી લોસની સમસ્યા નથી થતી.
આ સિવાય બદામમાં રોબોફ્લેવિન અને એલ-કાર્નેટીન જેવા તત્વો હોય છે, જે ખાસ કરીને મગજના કોષોને રિપેર કરવાનું કામ કરે છે. જેના કારણે મન હંમેશા સક્રિય રહે છે.
આટલું જ નહીં બદામમાં પ્રોટીન હોય છે, જે મગજના કાર્યને સુધારે છે. આ સિવાય બદામ ખાવાથી મગજના કોષો તેજ થાય છે અને યાદશક્તિ પણ વધે છે.
નિષ્ણાંતોના મતે બદામ ખાવાની સૌથી સારી રીત છે તેને ખાસ કરીને રાત્રે પલાળી રાખવી. આ રીતે ખાવાથી તમને વધુ પોષક તત્વો મળે છે.
આ સિવાય બદામને માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.