સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે આવેલ ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આજે પણ લોકો માટે ઉપયોગી છે. ગ્રામજનો માટે ઐતિહાસિક વાવ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. આજે પણ આ વાવનું પાણી ખૂબ જ ઠંડુ અને મીઠું છે ત્યારે ઐતિહાસિક ધરોહર એવી વાવની જાળવણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
હથુરણ ગામે આવેલ ઐતિહાસિક વાવ ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વાવના માત્ર પાંચ દાદર ઉતારીને ગ્રામજનો શીતળ અને મીઠું પાણી મેળવી રહ્યા છે. ગ્રામજનોને આ પૌરાણિક વાવના પાણીની જ આદત પડી ગઈ છે. આજે પણ રોજ સવારે ગામની મહિલાઓની વાવના પાણી માટે કતારો લાગે છે,ત્યારે આ વાવ નષ્ટ નહી પામે અને હજુ પણ લાંબો સમય આ વાવ જીવિત રહે તે માટે તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો તંત્ર પાસે કરી રહ્યા છે.
ગુજરાતનો ઈતિહાસ સોનેરી અક્ષરે લખાયેલો છે. ગુજરાતના પ્રાચીન મંદિરોનો ભવ્ય વારસાના દર્શન થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સામયાંતરે વાવો બંધાતી હતી. વાવોમાં પણ એક પ્રકારે કલાકારીનાં દર્શન થાય છે જેમાં આગવું સ્થાન પામે તેવા શિલ્પ અને સ્થાપત્યનો સમાવેશ થાય છે. વાવોનો પાણી સાચવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને તે પાણી પીવાં માટે, સ્નાન કરવામાં માટે અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું હતું.
આ પૌરાણિક વાવ આજે પણ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી
આમ જોઈએ તો આ વાવો બાંધવાનો હેતુ અને ઉપયોગ પાણીનાં સંગ્રહસ્થાન માટે જ થતો હતો. જે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. આ વાવો સફળ એટલાં માટે રહી કે એના પાણી પર સુર્યપ્રકાશ સીધો પડતો નથી એટલે કે એનું પાણી બાષ્પીભવન થઇ ઉડી નથી જતું. આમ તો સુરત જિલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો આવેલા છે, ત્યારે એમાંનું જ ઐતિહાસિક ધરોહર ધરાવતું સ્થળ એટલે માંગરોળનું હથુરણ ગામ છે, હથુરણ ગામે ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવ આવેલી છે. ત્યારે આ પૌરાણિક વાવ આજે પણ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી છે. કહેવાય છે કે વર્ષો પહેલા વણઝારા લોકો દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વણઝારા લોકોએ હથુરણ ગામે વિસામો રાખ્યો હતો ત્યારે તેમની જરૂરિયાત માટે આ વાવ બનાવી હતી.
નળોમાં પાણી પણ આવે છે છતાં ગ્રામજનો અડધો કિલો મીટર સુધી ચાલીને વાવનું જ પાણી લેવા આવે છે
આ વાવ બન્યાને વર્ષો વિતી ગયાં પરંતુ વાવનું પાણી હજુ એ ને એજ છે. આજે પણ આખું ગામ આ જ વાવના પાણીનો ઉપયોગ કરે છે. ગ્રામજનો નિત્યક્રમ પીવા તેમજ ગૃહ વપરાશ માટે આ ઐતિહાસિક વાવના પાણીનો જ ઉપયોગ કરે છે. ગામમાં ઘરે ઘરે નળ છે તમામ નળોમાં પાણી પણ આવે છે છતાં ગ્રામજનો અડધો કિલો મીટર સુધી ચાલીને વાવનું જ પાણી લેવાનું પસંદ કરે છે. ત્યારે ગ્રામજનોએ આ ઐતિહાસિક વાવના પાણીના ફાયદાઓ પણ કહ્યા હતા.
હથુરણ ગામે આવેલી ઐતિહાસિક વાવની અનેક ખાસિયતો છે. કહેવાય છે કે, આ વાવમાં કદી પાણી ખૂટતું જ નથી. માત્ર પાંચ દાદર ઉતરી આ વાવ માંથી પાણી મેળવી શકાય છે,આ વાવનું પાણી અન્ય પાણી કરતાં અલગ છે,ગ્રામજનો ના કહ્યા મુજબ આ વાવનું પાણી શીતળ અને મીઠું છે,આ વાવનું પાણી પીવાથી પેટના કોઈ રોગ નથી થતાં અને પાચન પણ ખૂબ ઝડપથી કરે છે,ગ્રામજનો માટે આ વાવ ખૂબ જ મહત્વ ધરાવે છે એટલે જ ગ્રામજનો આ ઐતિહાસિક વાવની યોગ્ય જાણવણી માટે માંગ કરી રહ્યા છે.
ઐતિહાસિક વાવની તંત્ર જાણવણી કરે નહિતર આ વાવ પણ નષ્ટ થઈ જશે
સુરત જિલ્લાના કોસંબા, કીમ અને કઠોદરા વિસ્તારમાં પણ વાવ હતી.ચ જે વાવની યોગ્ય જાળવણી ન થતા તે વાવો નષ્ટ થઈ ગઈ છે,ત્યારે હાલ હથુરણ ગામની એક માત્ર વાવ અસ્તિત્વમાં છે. જેનો ગ્રામજનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે કે, ૩૦૦ વર્ષ જૂની ઐતિહાસિક વાવની તંત્ર જાણવણી કરે નહિતર આ વાવ પણ નષ્ટ થઈ જશે. તેઓ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે,ભયનું કારણ એ છે કે હથુરણ ગામના ઘણા લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. પંચાયત દ્વારા જે પાણી પહોંચાડવામાં આવે છે તે પાણી મીઠું ન હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.
બાઈટ – અહમદભાઈ મુલ્લાં_સ્થાનિક
બાઈટ – જયંતીભાઈ વસાવા_સ્થાનિક
બાઈટ – મનીષાબેન વસાવા_સ્થાનિક
બાઈટ – ગણેશભાઈ વસાવા_સરપંચ