ગુજરાતમાં મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા હોય કે શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષાનું ચક્ર બનીને સતત ૨૪ કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સધિયારો પૂરો પાડી રહી છે.અરવલ્લી જીલ્લા 181 અભયમ હેલ્પલાઈન અનેક પીડિત મહિલાઓ અને યુવતીઓ, સગીરાઓ માટે દેવદૂત સાબિત થઇ રહી છે
બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રડતી હાલતમાં પહોંચતા ટાઉન પોલીસ મહિલાની માનસિક સ્થિતિનો તાગ મેળવી 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા અભયમની ટીમ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી મહિલાનું કાઉન્સલીંગ કરી તેના ઘરે પહોંચી પરિવાર સાથે મિલન કરાવતા ચાર ચાર દિવસથી મહિલાની શોધખોળ કરતા પરિવારજનોની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતા
અરવલ્લી 181 અભયમ ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી સતત રડતી મહિલાને સાંતવના આપતા મહિલા બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની હોવાનું જણાવી ગામ કે પરિવારના સદસ્યો અંગે માહિતી આપવાનો નનૈયો ભણતા ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ હતી મહિલાને હિંમત આપતા આખરે મહિલા ચાર દિવસ અગાઉ પતિ સાથે ઝગડો થતા ઘર છોડી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું મહિલાએ ગામનું નામ આપતા બાયડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ગામના સરપંચનો સંપર્ક કરી પરિવારજનોનો સંપર્ક કરી મહિલાને લઈને તેના ઘરે પહોંચ્યા હતા સતત ચાર દિવસથી મહિલાને શોધતા પરિવારજનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા મહિલા તેના પતિ અને પરિવારજનોનું કાઉન્સલીંગ કરતા ઘરે જવાનું સદંતરના પાડતી મહિલા પરિવાર સાથે રહેવા સંમત થતા મહિલાનો પતિ પત્નીને ભેટી પડ્યો હતો બંનેની આંખોમાંથી અશ્રુધારા વહી હતી મહિલાના પરિવારજનો અને સગા-સબંધીઓએ ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવનાર 181 અભયમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો