પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મજબૂત હોય છે. બંને વચ્ચેના સારી ટ્યુનિંગ અને પ્રેમ એકબીજાને તમામ અવરોધોથી દૂર રાખે છે. ડેનિશ સંશોધકોના મતે જો આમાંથી એક પણ સાથી સાથ છોડે તો બીજાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. મેડિકલ સાયન્સની ભાષામાં આ સ્થિતિને ‘વિડોવૂડ ઈફેક્ટ’ કહેવાય છે. આમાં, એકલા રહી ગયેલા પાર્ટનરને જીવવામાં મુશ્કેલી આવે છે. કઈ વ્યક્તિ પર આ અસરનું જોખમ કેટલું છે? તેના પર સંશોધકોનું કહેવું છે કે તે ધર્મ, જાતિથી લઈને ઘણાં પરિબળો પર તે નિર્ભર કરે છે. તેમાં જીવનસાથીના મૃત્યુનું કારણ પણ. પરંતુ તેની અસર એવાં યુગલોમાં સૌથી વધુ જોવા મળે છે જેઓ ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલાં હોય છે.
ડેનમાર્ક, બ્રિટન અને સિંગાપોરના સંશોધકોએ છ વર્ષ સુધી 65 વર્ષથી વધુ ઉંમરના 10 લાખ ડેનિશ નાગરિકોના ડેટાનો અભ્યાસ કર્યો. હતો. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જે પુરુષે પોતાનો જીવનસાથી ગુમાવ્યો હતો તેની વયનાં યુગલોની સરખામણીમાં એક વર્ષમાં મૃત્યુનું જોખમ 70% વધી ગયું હતું. જ્યારે મહિલાઓના કિસ્સામાં આ જોખમ 27% છે. ચોંકાવનારી વાત એ છે કે મોટી વયની સરખામણીમાં યુવા વયસ્કોમાં જોખમ સૌથી વધુ છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી ખાતે આરોગ્ય અને અસમાનતા કાર્યક્રમના સહ-નિર્દેશક ડોન કૈર કહે છે કે યુગલો કેટલીકવાર તેમની જીવનશૈલીની ચિંતાઓ અને પ્રાથમિકતાઓ શેર કરે છે. આ કારણથી તે સ્વસ્થ રહે છે.
અભ્યાસની મોટી સાઈઝ અને તેના છ વર્ષના લાંબા સમયગાળાને કારણે સંશોધકો વિડોવૂડ અસરમાં નોંધપાત્ર પરિબળ સુધી પહોંચવામાં સક્ષમ રહ્યા હતા. આમાં સૌથી અસરકારક જોખમ પરિબળ લિંગ અને ઉંમર છે. આ આશ્ચર્યજનક છે કારણ કે આપણે સામાન્ય વ્યવહારમાં આની કલ્પના કરતા નથી.ઉતાહ યુનિવર્સિટીના જેરોન્ટોલોજી ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામના આસિસ્ટન્ટ ડિન કારા ડાર્સલ સમજાવે છે કે આ એક ચોંકાવનારી હકીકત છે કે યુવાનોમાં આ જોખમ વધારે છે.